IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેને પોતાની ઈનિંગથી ધૂમ મચાવી દીધી છે. સીએસકેના 20 વર્ષીય ખેલાડી સમીર રિઝવીએ સીકે નાયડુ ટ્રોફીમાં વિસ્ફોટક ત્રેવડી સદી ફટકારી હતી.
યુપી તરફથી રમતા સમીર રિઝવીએ 266 બોલમાં 312 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 33 ફોર અને 12 સિક્સર ફટકારી હતી. સમીર રિઝવી આઈપીએલમાં ભારતનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી છે, ચેન્નાઈ સુપર કિંગ્સે તેના માટે 8.40 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
યુપીના ઓલરાઉન્ડર અને ટીમના કેપ્ટન સમીર રિઝવીએ સીકે નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે આ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગની મદદથી યુપીની ટીમે પ્રથમ ઇનિંગમાં 746 રન બનાવ્યા હતા. સમીર રિઝવી સિવાય ઋતુરાજ શર્માએ 132 રનની ઇનિંગ રમી હતી.
CSK અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2024ની હરાજીમાં 20 વર્ષના સમીર રિઝવી પર જોરદાર બોલી લાગી હતી. 20 વર્ષની બેઝ પ્રાઈઝ સાથે સમીર રિઝવીને ચેન્નાઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સમીર રિઝવી પણ ભારતનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો. સમીર રિઝવી UP T-20 લીગમાં સૌથી ઝડપી સદી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો.
IPL 2024ની મેચો 22 માર્ચથી શરૂ થશે. ચેન્નાઈ અને આરસીબીની ટીમો ઓપનિંગ મેચમાં સામસામે ટકરાશે.
Sameer Rizvi scored 312 (266) with 33 fours and 12 sixes in the CK Nayudu Trophy.
– He's ready to rock for CSK in IPL 2024. 🔥 pic.twitter.com/OF1UUkRdW6
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024

