IPL

IPL ઈતિહાસના 5 સફળ કેપ્ટન, ધોની-રોહિત સિવાય આ વિદેશી ખેલાડી સામેલ

IPL જેવી ટૂર્નામેન્ટમાં કેપ્ટનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે T20માં રમત ખૂબ જ ઝડપથી બદલાઈ જાય છે. જોકે, આટલી મોટી ટૂર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરવું સરળ કામ નથી.

જો કોઈ ખેલાડી કેપ્ટન તરીકે પ્રદર્શન કરવામાં નિષ્ફળ જાય છે તો ફ્રેન્ચાઈઝી પણ તેને વધારે સમય નથી આપતી. એવા ઘણા ઓછા ક્રિકેટરો છે જેમણે તેમના સાતત્યપૂર્ણ પ્રદર્શનને કારણે લાંબા સમય સુધી ટીમનું સુકાન સંભાળ્યું છે. આજે આપણે IPL ઇતિહાસના 5 સૌથી સફળ કેપ્ટન વિશે ચર્ચા કરીશું.

1. રોહિત શર્મા

IPLના ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં રોહિત શર્માનું નામ સામેલ છે. રોહિત શર્મા કેપ્ટન તરીકે 8 વર્ષમાં 5 IPL ટ્રોફી જીતનાર એકમાત્ર ખેલાડી છે. રોહિત શર્મા 2013થી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેણે કેપ્ટન તરીકે 143 IPL મેચ રમી છે. આ દરમિયાન રોહિતે 79 મેચ જીતી હતી. તેમજ 2013, 2015, 2017, 2019 અને 2020માં મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની ચેમ્પિયન બની છે. રોહિતની જીતની ટકાવારી 56.64 છે.

2. મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની)

એમએસ ધોનીનું નામ બીજા નંબર પર આવે છે. મહેન્દ્ર સિંહ ધોની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. આ સિવાય તે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તેણે વર્ષ 2010, 2011, 2018 અને 2021માં તેની કપ્તાની હેઠળ CSK માટે 4 IPL ટ્રોફી જીતી છે. એકંદરે, ધોનીએ 210 મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને તેમાંથી 123 જીતી છે. તેની જીતની ટકાવારી 58.85 છે. 2016 અને 2020 અને 2022 સીઝનને બાદ કરતાં તેણે તમામ સીઝનમાં તેની ટીમને IPL પ્લેઓફમાં પહોંચાડી છે.

3. ગૌતમ ગંભીર

ત્રીજા નંબર પર ગૌતમ ગંભીર હાજર છે. ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સ) અને કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી છે. કેપ્ટન તરીકે ગંભીરે 2009 થી 2018 સુધી 129 મેચ રમી છે. જેમાં તે 71 મેચ જીતવામાં સફળ રહ્યો હતો. તેની જીતની ટકાવારી 55.42 હતી. ગંભીરની કપ્તાની હેઠળ, KRRએ 2012 અને 2014માં બે વખત IPLનો ખિતાબ જીત્યો છે.

4. શેન વોર્ન

આ યાદીમાં શેન વોર્ન ચોથા ક્રમે છે. વોર્ને 2008 થી 2011 સુધી રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કર્યું હતું. શેન વોર્ને 55 મેચમાંથી 30 મેચ જીતી છે. તેની જીતની ટકાવારી 55.45 હતી. આ સિવાય 2008માં IPLમાં પણ ઉદ્ઘાટન ખિતાબ જીત્યો હતો.

5. એડમ ગિલક્રિસ્ટ

ગિલક્રિસ્ટે 2008 થી 2013 દરમિયાન IPLમાં બે ટીમોની આગેવાની કરી હતી. અગાઉ તે ડેક્કન ચાર્જર્સનો કેપ્ટન હતો. આ પછી તે કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ)નો કેપ્ટન હતો. કેપ્ટન તરીકે એડમ ગિલક્રિસ્ટે 74 મેચ રમી અને 35 મેચ જીતી. તેની જીતની ટકાવારી 47.29 હતી. ગિલક્રિસ્ટે વર્ષ 2009માં ડેક્કન ચાર્જર્સને પોતાની કપ્તાની હેઠળ ખિતાબ જીત્યો હતો. આ બધા સિવાય ડેવિડ વોર્નરે તેની કેપ્ટનશિપમાં 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદને આઈપીએલનો ખિતાબ જીતાડ્યો હતો.

Exit mobile version