IPL

મુંબઈ-દિલ્લી વચ્ચે સખત હરીફાઈ, જાણો પીચ રિપોર્ટ અને મોસમનો રિપોર્ટ

pic - india tv news

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલ 2024ની 43મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. દિલ્હી જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જો મુંબઈને આજે હારનો સામનો કરવો પડશે તો તેની પ્લેઓફની આશાઓ ધૂળ ખાઈ શકે છે.

આમને સામને:

કુલ મેચો – 34 મુંબઈ – 19 દિલ્હી જીત્યા – 15 જીત

પિચ રિપોર્ટ:

અરુણ જેટલી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે શાનદાર રહી છે. રમત જીતવાની વાજબી તક મેળવવા માટે ટીમોએ 210થી વધુ રન બનાવવાની જરૂર પડશે. ટ્રેકમાં વધુ ફેરફારની અપેક્ષા નથી અને તેથી ટીમોએ ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કરવું જોઈએ.

મોસમ:

દિલ્હીમાં વરસાદ નહીં પડે, પરંતુ વાવાઝોડાની સંભાવના છે. મેચની શરૂઆતમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. ભેજનું પ્રમાણ પણ 50 ટકા આસપાસ રહેવાની શક્યતા છે.

Exit mobile version