રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે IPL 2024માં પોતાની બીજી મેચ જીતી લીધી છે. ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને તેમના જ ઘરમાં હરાવ્યું હતું. આ સિઝનમાં આરસીબીના પ્લેઓફમાં જવાની શક્યતાઓ લગભગ નહિવત્ છે, પરંતુ ટીમના એક પ્રશંસકે એક એવું સમીકરણ તૈયાર કર્યું છે, જે મુજબ જો બધું કામ કરશે તો આરસીબી પ્લેઓફમાં જઈ શકે છે.
આરસીબીના આ પ્રશંસકે 14 પોઈન્ટ સાથે ટીમને પ્લેઓફમાં પહોંચાડી છે. આ સિવાય રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 20-20 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ત્રીજી ટીમ તરીકે તેણે KKRને 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચાડી દીધું છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ની શક્યતાને ફગાવી દેવામાં આવી છે. જો કે, આ સમીકરણમાં પણ, RCB તેની બાકીની તમામ મેચ જીતશે તો જ પ્લેઓફમાં જશે. તો આવી સ્થિતિમાં તેમના કુલ માર્કસ 14 માર્કસ હશે.
આ સમીકરણ કેટલું સાચું છે તે કહી શકાય નહીં, પરંતુ જો આરસીબી તેની તમામ મેચો જીતી જાય તો પણ તેના માટે પ્લેઓફમાં જવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે અન્ય ટીમો તેનાથી ઘણી આગળ છે.
જો કે આ જીત છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હજુ પણ સૌથી નીચલા સ્થાને યથાવત છે. ટીમનો નેટ રન રેટ ઘણો ખરાબ છે.
After investing 2 hours I created the scenario how RCB will qualify for this year in IPL 🔥 pic.twitter.com/xfLAznupeU
— Ayush (@vkkings007) April 25, 2024