IPL

મુંબઈને 9 વિકેટથી હરાવીને ક્રિસ ગેલે કહ્યું, ‘મોગેમ્બો ખુશ હુવા’ હવે આવશે મજા

ગેલે 35 બોલમાં 43 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા…

 

કેપ્ટન કેએલ રાહુલની શાનદાર અડધી સદી અને શિસ્તબદ્ધ બોલિંગથી પંજાબ કિંગ્સ (પીબીકેએસ) ને નવ વિકેટથી વિજય મળ્યો. આ સાથે આઈપીએલ 2021માં પંજાબની ત્રણ મેચની હારનો દોર પણ તૂટી ગયો હતો. પંજાબના બોલરો રવિ બિશ્નોઇ (4 ઓવરમાં 2/21) અને મોહમ્મદ શમી (4 ઓવરમાં 2/21) સારી બોલિંગ કરી. જેના કારણે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ છ વિકેટે માત્ર 131 રન જ બનાવી શકી હતી.

જોકે મુંબઇ ઓછા સ્કોર્સનો બચાવ કરવા માટે જાણીતું છે, પંજાબના બેટ્સમેનોએ મુંબઇના એક પણ બોલરને ચાલવા ન દીધા અને 17.4 ઓવરમાં લક્ષ્ય મેળવી લીધું હતું.

ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ (અણનમ 60) અને મયંક અગ્રવાલ (25 રન) એ 53 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે પીબીકેએસની એકમાત્ર વિકેટ મયંકની જેમ પડી હતી. પરંતુ તે પછી બેટિંગ માટે આવેલા ક્રિસ ગેઈલે તોફાની ઇનિંગ્સ રમી હતી. ગેલે 35 બોલમાં 43 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.

આ જીત સાથે ક્રિસ ગેલ ખુશ દેખાય છે, પંજાબે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં ગેલ એક અમરીશ પૂરી નો ફેમસ ડાયલોગ બોલતો નજરે પડે છે.

Exit mobile version