ટૂર્નામેન્ટ મુલતવી રાખીને શાકિબ અને મુસ્તફિઝુર 6 મેના રોજ ઘરે પરત ફર્યા હતા…
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) કહ્યું હતું કે તે આઈપીએલ 2021ની બાકીની મેચોમાં શાકિબ અલ હસન અને મુસ્તફિઝુર રહેમાનને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપી શકશે નહીં. ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીબીએ કહ્યું કે આ વર્ષે યોજાનારી ટી -20 વર્લ્ડ કપની તૈયારીઓનું શેડ્યૂલ વ્યસ્ત રહેશે, જેના કારણે ખેલાડીઓને આઈપીએલમાં રમવા માટે એનઓસી આપવી શક્ય નથી.
બીસીબીના પ્રમુખ નઝમૂલે કહ્યું, “આંતરરાષ્ટ્રીય કટિબદ્ધતાઓને જોતા ખેલાડીઓને આઈપીએલમાં જોડાવા માટે એનઓસી આપવું અશક્ય છે. મને નથી લાગતું કે અમે તે કરી શકીશું. ટી -20 વર્લ્ડ કપનું આયોજન થતાં, દરેક મેચ મહત્વપૂર્ણ છે.”
શાકિબે આઈપીએલની 2021 સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ અને મુસ્તફિઝુર રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. આઈપીએલ ટીમોમાં કોરોના કેસ સામે આવ્યા બાદ ટૂર્નામેન્ટ મુલતવી રાખીને શાકિબ અને મુસ્તફિઝુર 6 મેના રોજ ઘરે પરત ફર્યા હતા.
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ તાજેતરમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં આઈપીએલની બાકીની મેચો વિશેષ સામાન્ય સભામાં યોજવાનો નિર્ણય લીધો હતો.

