IPL

હાર્દિકની વિદાય બાદ કોણ બનશે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન? ત્રણ દાવેદાર

pic- rediff.com

હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડી શકે છે અને તે IPL 2024 હેઠળ તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા જોવા મળી શકે છે. એવા અહેવાલો છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને સામેલ કરવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર કપ્તાની આપી છે.

ડેબ્યૂ સિઝનમાં આ ખિતાબ જીત્યો અને આ પછી ટીમ IPL 2023ની સિઝનમાં રનર્સઅપ રહી. પરંતુ એક સવાલ એ પણ છે કે જો હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડી દેશે તો આ ટીમનો આગામી કેપ્ટન કોણ હશે. અહીં અમે એવા ત્રણ મોટા નામ જણાવી રહ્યા છીએ જે હાર્દિક પંડ્યાની જગ્યાએ ગુજરાત ટાઇટન્સના આગામી કેપ્ટન બની શકે છે.

શુભમન ગિલ – ભારતનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જો ટીમ ભારતીય અને યુવા કેપ્ટન ઈચ્છે છે તો શુભમન ગિલને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે, શુભમન ગિલ પાસે કેપ્ટનશિપનો અનુભવ નથી.

કેન વિલિયમસન – કેન વિલિયમસનની ગણતરી IPLના શ્રેષ્ઠ કેપ્ટનોમાં થાય છે. તે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન પણ બની શકે છે.તેણે IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શાનદાર કપ્તાની કરી છે. કેન વિલિયમસન ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ પણ કરે છે.તેથી તેની પાસે નેતૃત્વનો ઘણો અનુભવ છે.

રાશિદ ખાન- ગુજરાત ટાઇટન્સ ટીમમાં રાશિદ ખાન પણ એક મોટું નામ છે જે દરેક મેચમાં મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થાય છે.રાશિદ ખાને અફઘાનિસ્તાનની કેપ્ટનશીપ કરી છે.તેની પાસે અનુભવ છે.તે ગુજરાતનો કેપ્ટન પણ બની શકે છે.

Exit mobile version