IPL 2024 શરૂ થઈ ગઈ છે. આ સાથે જ લગભગ 15 મહિના બાદ ટીમ ઈન્ડિયાનો દમદાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત મેદાનમાં પાછો ફર્યો છે. તે ફરી એકવાર દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરતો જોવા મળી રહ્યો છે.
આ સિઝન શરૂ થાય તે પહેલા તેની ટીમના સૌથી શક્તિશાળી બેટ્સમેને ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ હવે થોડા દિવસો બાદ આ ખતરનાક ખેલાડી બીજી કોઈ ટીમ માટે રમવા માટે રાજી થઈ ગયો છે.
દિલ્હી કેપિટલ્સે IPL 2024ની હરાજીમાં 4 કરોડ રૂપિયા ખર્ચીને ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રૂકને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તેણે સિઝનની શરૂઆત પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. બ્રુકે કહ્યું કે તેની દાદીનું નિધન થઈ ગયું છે, જેના કારણે તે આઈપીએલમાં ભાગ લેવા માટે માનસિક રીતે તૈયાર નથી.
જોકે, આ જાહેરાતના થોડા દિવસો બાદ જ હેરી બ્રુક ઈંગ્લેન્ડની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવા માટે સંમત થઈ ગયો છે. 5 એપ્રિલે લિસેસ્ટરશાયર સામે યોર્કશાયરની શરૂઆતની રમતમાં તે એક્શન મોડમાં જોવા મળે તેવી શક્યતા છે. આ માહિતી યોર્કશાયરના મુખ્ય કોચ ઓટિસ ગિબ્સન દ્વારા આપવામાં આવી છે.
હેરી બ્રુકે છેલ્લે ડિસેમ્બર 2023માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઈંગ્લેન્ડ સામે ક્રિકેટ રમી હતી. તે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સાથે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે ભારત આવવાનો હતો, પરંતુ યુએઈમાં પ્રવાસ પહેલાની તાલીમ શિબિરમાં હાજરી આપીને સ્વદેશ પરત ફર્યો હતો.
Ottis Gibson has this week described the prospect of Harry Brook and Joe Root playing together for Yorkshire as “special”.
We can now confirm their early-season availability 👇#YorkshireFamily pic.twitter.com/d4EQvvDfmO
— Yorkshire CCC (@YorkshireCCC) March 26, 2024

