IPL

મલિંગા બાદ બ્રાવો IPLમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બન્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સીઝનની શરૂઆતની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું. ગત સિઝનની રનર્સ-અપ KKRએ 18.3 ઓવરમાં 132 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવોએ આ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

આ સાથે ડ્વેન બ્રાવો IPLમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. લસિથ મલિંગા અને ડ્વેન બ્રાવો આઈપીએલમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. બ્રાવોએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ત્રણ વિકેટ લઈને લસિથ મલિંગાના રેકોર્ડની બરાબરી કરી હતી.

IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મલિંગા અને બ્રાવોના નામે છે. બંનેના નામે 170 વિકેટ છે, જ્યારે ભારતના અમિત મિશ્રા આ યાદીમાં ત્રીજા નંબર પર છે, જેમની પાસે 166 વિકેટ છે. ચોથા નંબર પર પિયુષ ચાવલા છે, જેમના નામે 157 વિકેટ છે. આ યાદીમાં હરભજન સિંહ પાંચમા નંબરે છે. ભજ્જીએ તેની IPL કરિયરમાં 150 વિકેટ લીધી છે.

આગામી આઈપીએલ મેચોમાં ડ્વેન બ્રાવો પાસે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરવાની સુવર્ણ તક હશે. કારણ કે તેના રેકોર્ડની આસપાસના મોટાભાગના ખેલાડીઓ વર્તમાન સિઝનમાં નથી રમી રહ્યા અથવા તો નિવૃત્ત થઈ ગયા છે.

Exit mobile version