IPL

RCBની હાર બાદ કોહલીએ શેર કર્યો દીકરી વામિકા સાથેનો સૌથી ક્યૂટ ફોટો

Pic- ABP News

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં તેમની સફરની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે પછી ટીમને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

સોમવારે રાત્રે આરસીબીને લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) દ્વારા છેલ્લા બોલે એક વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલી, કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે આરસીબી માટે અર્ધસદી ફટકારી હતી, પરંતુ બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના બીજા દિવસે વિરાટ કોહલીએ પુત્રી વામિકા સાથે એક ફોટો શેર કર્યો હતો.

આ ફોટોમાં વામિકા અને વિરાટ સ્વિમિંગ પૂલની બાજુમાં બેઠા છે અને આ ફોટોમાં તેમની બંને પીઠ દેખાઈ રહી છે. આ ફોટો શૅર કરતી વખતે વિરાટે કૅપ્શનમાં હ્રદયની વાત કરી છે.

વિરાટ અને વામિકાની આ તસવીર થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે. આ મેચમાં RCBએ 20 ઓવરમાં બે વિકેટે 212 રન બનાવ્યા હતા જેના જવાબમાં LSGએ 20 ઓવરમાં 9 વિકેટે 213 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Exit mobile version