5 વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનની શરૂઆત સારી રહી ન હતી. તેમને સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં, તેમને IPL 2024 ની પ્રથમ જીત મળી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપમાં હાર્દિક પંડ્યાની પણ આ પહેલી જીત છે. દિલ્હીને હરાવ્યા બાદ તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો અને તેણે રોમારિયો શેફર્ડ સહિત ટીમના તમામ ખેલાડીઓની પ્રશંસા કરી હતી.
દિલ્હી કેપિટલ્સને હરાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે તેની પ્લેઈંગ ઈલેવનનું કોમ્બિનેશન આવનારી મેચોમાં પણ એવું જ રહેશે. જો કે, જો જરૂરી હોય તો તેઓ કેટલાક ફેરફારો કરી શકે છે. આ સિવાય તેણે સ્ટેડિયમમાં પ્રશંસકોના સમર્થન પર ખુશી વ્યક્ત કરી હતી.
મેચ પછીના પ્રેઝન્ટેશનમાં હાર્દિકે કહ્યું, “હું વિજેતા કપ્તાન બનવાની આ લાગણીને વધુ વખત અનુભવવા માંગુ છું. અમે ખૂબ જ મહેનત કરી, અમારા મગજને સાફ કરવા માટે સખત મહેનત કરી અને બધું જ યોગ્ય થઈ ગયું. અમે અહીં અને ત્યાં થોડા ફેરફારો કરીશું, પરંતુ વધુ નહીં. અમારા “આ 12 ખેલાડીઓ રમવાનું ચાલુ રાખશે. ટીમ તૈયાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
તેણે ઉમેર્યું, “સ્ટેડિયમની આસપાસ ઘણો પ્રેમ હતો અને દરેકને ખબર હતી કે અમે ત્રણ મેચ હારી ગયા છીએ, પરંતુ વિશ્વાસ અને સમર્થન ત્યાં હતું, દરેકે માન્યું કે અમારે માત્ર એક જીતની જરૂર છે અને આજે શરૂઆત હતી.”
“અમને બેટિંગ કરવા માટે થોડી લયની જરૂર હતી. દરેક વ્યક્તિને જ્યારે તક મળી ત્યારે સારું પ્રદર્શન કર્યું. રોમારીયોનું શાનદાર પ્રદર્શન હતું જેણે અમને મેચ જીતાડ્યો. મને તે ગમે છે, તે જે રીતે રમે છે તેના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે.”