IPL

અજિંક્ય રહાણેએ IPLમાં બનાવ્યો રેકોર્ડ, આવું કરનાર 7મો ભારતીય બેટ્સમેન બન્યો

કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન અજિંક્ય રહાણેએ શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે આઈપીએલ 2022ની મેચ દરમિયાન એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. રહાણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 4000 રન બનાવનાર સાતમો ભારતીય બેટ્સમેન બની ગયો છે.

રહાણે એવા ક્રિકેટરોની વિશિષ્ટ યાદીમાં જોડાય છે જેમણે તેની પહેલા આ સિદ્ધિ મેળવી હતી. રહાણેને આ માઈલસ્ટોન સુધી પહોંચવા માટે PBKS સામે KKRની મેચની શરૂઆત પહેલા 8 રનની જરૂર હતી. રહાણેના હવે 154 IPL મેચોમાં 4000 થી વધુ રન છે. ટૂર્નામેન્ટમાં તેના નામે 2 સદી અને 28 અર્ધસદી છે.

આ વર્ષની શરૂઆતમાં ભારતની ટેસ્ટ વાઈસ-કેપ્ટન્સી ગુમાવનાર અજિંક્ય રહાણેએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલની શરૂઆત કરી હતી. જે પછી તે રાજસ્થાન રોયલ્સ માટે 5 સીઝન રમ્યો અને પછી તે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો અને હવે તે KKR માટે રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ શિખર ધવન (5827), રોહિત શર્મા (5652), સુરેશ રૈના (5528) અને ડેવિડ વોર્નર (5286) પાંચમાં છે.

Exit mobile version