
મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેંટ તરફથી આ તક માટે ઉત્સાહિત, વિશ્વાસ અને આભારી છું…
ભારત અને ગુજરાતના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ‘ટેલેન્ટ સ્કાઉટ’ (નવા ટેલેન્ટ ફાઇન્ડર) તરીકે જોડાયો છે. ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પાર્થિવે બુધવારે નિવૃત્તિ જાહેર કરી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદનમાં કહ્યું, ‘પાર્થિવ પાસે બે દાયકાથી વધુ સમયથી ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અપાર અનુભવ છે. આ સિવાય તેમને આઈપીએલ સ્પર્ધાની પણ સારી સમજ છે. ”મુંબઇ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યું કે પાર્થિવની ફ્રેન્ચાઇઝીમાં જોડાવાથી તે ખુશ છે.
પાર્થિવ પટેલે કહ્યું,” મેં મુંબઈ ઈન્ડિયન્સ વતી રમતનો આનંદ માણ્યો હતો. આ ચેમ્પિયન ટીમ સાથે ત્રણ વર્ષ સુધી વિતાવેલી ક્ષણો હજી મારા મગજમાં છે. મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાનો સમય આવી ગયો છે. હું મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેંટ તરફથી આ તક માટે ઉત્સાહિત, વિશ્વાસ અને આભારી છું.
“@parthiv9 understands our ideology, the DNA of #MumbaiIndians and what we are trying to create at MI. We welcome him to our #OneFamily.” – Akash Ambani
Read more
https://t.co/qGY6v7jH9u
— Mumbai Indians (@mipaltan) December 10, 2020
જ્યારે 2015 અને 2017 માં મુંબઈએ આઈપીએલ ટ્રોફી જીતી ત્યારે પાર્થિવ પટેલ તેનો એક ભાગ હતો. જણાવી દઈએ કે પાર્થિવ પટેલે 2002 માં ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશ કર્યો હતો અને આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. તેણે 17 વર્ષ અને 153 દિવસની ઉંમરે પ્રવેશ કર્યો હતો.

“