IPL

આકાશ: હૈદરાબાદએ આઇપીએલ 2021 માટે આ ખેલાડીઓ જાળવી રાખવા જોઈએ

ટીમે કેટલાક યુવાનોને જાળવી રાખવાના રહેશે અને તે યુવાન છોકરાઓને વધુને વધુ તકો આપવી પડશે..

 

આઈપીએલ 2020 ની સમાપન થયા પછીથી આઇપીએલની આગામી સીઝનની તૈયારી લગભગ શરૂ થઈ ગઈ છે. આગામી કેટલાક મહિના પછી આઈપીએલની 14 મી સીઝન યોજાવાની છે. આવી સ્થિતિમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે આઈપીએલ 2021 માટે કયા ખેલાડીઓ જાળવી રાખવા જોઈએ? આ અંગે ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપરાએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. હૈદરાબાદની ટીમ ઘણી વખત પ્લે ઓફમાં પહોંચી છે, પરંતુ તે ફક્ત એક જ વાર વિજેતા બની છે.

આકાશ ચોપડાએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે સનરાઇઝર્સ હૈદરાબાદને આઇપીએલ 2021 ની હરાજીમાં રાઇટ ટુ મેચ (આરટીએમ) કાર્ડ દ્વારા કપ્તાન ડેવિડ વોર્નર અને લેગ સ્પિનર ​​રાશિદ ખાનને ચોક્કસપણે જાળવી રાખવો પડશે. એસઆરએચએ ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન જેવા બોલરો માટે પણ આરટીએમ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત તેઓ ઇચ્છે છે કે હૈદરાબાદની ટીમ મનીષ પાંડે જેવા ભારતીય ખેલાડી સાથે ચાલુ રાખે.

ક્રિકેટ ટીકાકાર આકાશ ચોપડાએ કહ્યું છે કે, “હું ડેવિડ વોર્નર, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને મનીષ પાંડેની આસપાસ ટીમ બનાવવા માંગુ છું. આ મારા મુખ્ય પાંચ ખેલાડીઓ હશે. એસઆરએચએ કેન વિલિયમસનને ટીમમાં લાવવો પડશે, કારણ કે તે એક ઉત્કૃષ્ટ ખેલાડી છે. તે જ સમયે ટીમે કેટલાક યુવાનોને જાળવી રાખવાના રહેશે અને તે યુવાન છોકરાઓને વધુને વધુ તકો આપવી પડશે.

આ ઉપરાંત તેણે કહ્યું કે, “હું આગામી સિઝનમાં પ્રીમ ગર્ગ, અબ્દુલ સમાદ, અભિષેક શર્મા, વિરાટ સિંહ અને વિજય શંકર પાસેથી ઘણું વધારે અપેક્ષા રાખું છું, કારણ કે તેમની પાસે એવી શક્તિ છે જે ટીમને ફાયદો કરી શકે.”

Exit mobile version