અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સના વાઈસ-કેપ્ટન તરીકેની તેમની નવી ભૂમિકાને લઈને રોમાંચિત છે અને કહે છે કે તે છેલ્લા કેટલાક સિઝનમાં ફ્રેન્ચાઈઝી માટે તેણે કરેલી મહેનતનો પુરસ્કાર છે.
ઓલરાઉન્ડર અક્ષરે દિલ્હીના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું, ‘મારા દૃષ્ટિકોણથી જો તમને આ ભૂમિકા મળી છે તો તેનો અર્થ એ છે કે તમે સિનિયર ખેલાડી તરીકે આગળ વધ્યા છો. તમે ટીમ માટે જે કર્યું છે તેના માટે તે પુરસ્કાર સમાન છે. હું આ રોલને લઈને રોમાંચિત છું.
તેણે કહ્યું, ‘અમારી મોટાભાગની ટીમ પહેલા જેવી જ છે, એ જ ખેલાડીઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રમી રહ્યા છે. અમે અમારા ખેલાડીઓને સારી રીતે જાણીએ છીએ અને તે જ મહત્વનો મુદ્દો છે. દિલ્હીની ટીમે ડિસેમ્બરમાં કાર અકસ્માતમાં ઘાયલ થયેલા રિષભ પંતના સ્થાને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને વર્તમાન સિઝન માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. અક્ષરે કહ્યું કે તે નવા કેપ્ટન વોર્નરને સંપૂર્ણ સમર્થન આપશે.
તેણે કહ્યું, ‘ડેવિડ પ્રતિભાશાળી ખેલાડી છે. હું તેને એવું વાતાવરણ આપીશ કે જેમાં તે પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે. જ્યારે તમે દિલ્હી કેપિટલ્સ કેમ્પમાં જોડાઓ છો ત્યારે તે સંપૂર્ણપણે અલગ લાગણી છે. હું ત્રણ-ચાર વર્ષથી ફ્રેન્ચાઈઝી સાથે છું અને તે ઘર જેવું લાગે છે.
દિલ્હી કેપિટલ્સ 1 એપ્રિલે તેના હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સ સામે અભિયાનની શરૂઆત કરશે અને ત્યારબાદ 4 એપ્રિલે ઘરઆંગણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.
View this post on Instagram