IPL

IPL 2024માં ગુજરાત ટાઇટન્સના નામે એક શરમજનક રેકોર્ડ જોડાયો

pic- MSN

સતત બે ઉત્કૃષ્ટ સિઝન પછી, IPL 2024માં ગુજરાત ટાઇટન્સ ટીમનું પ્રદર્શન થોડું ખરાબ લાગે છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં આ ટીમના નામે વધુ એક શરમજનક રેકોર્ડ જોડાયો હતો.

મુલ્લાનપુરમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી પંજાબની ટીમ કંઈ ખાસ કરી શકી ન હતી. ગુજરાતના બોલરો સામે પંજાબની ટીમ માત્ર 142 રન જ બનાવી શકી હતી. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે સૌથી વધુ 35 રનની ઇનિંગ રમી હતી.

143 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ગુજરાતને પહેલો ફટકો 25 રનના સ્કોર પર રિદ્ધિમાન સાહાના રૂપમાં લાગ્યો હતો. આ વિકેટ બાદ શુભમન ગિલ અને બી સાઈ સુદર્શને સાવચેતીપૂર્વક બેટિંગ કરી અને પાવરપ્લેમાં 1 વિકેટના નુકસાન પર ટીમનો સ્કોર 44 રન સુધી પહોંચાડ્યો. પાવરપ્લેમાં આ સિઝનનો આ સૌથી ઓછો સ્કોર છે અને આ રીતે પાવરપ્લેમાં સૌથી ધીમી બેટિંગનો રેકોર્ડ ગુજરાત ટાઇટન્સના નામે જોડાયો હતો.

પાવરપ્લેમાં આ સિઝનમાં સૌથી ઓછો રન-રેટ:

7.62 – ગુજરાત ટાઇટન્સ
7.83 – પંજાબ કિંગ્સ
8.26 – રાજસ્થાન રોયલ્સ
8.61 – ચેન્નાઈ સુપર કિંગ્સ
8.61 – લખનૌ સુપર જાયન્ટ્સ

IPL 2024માં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. જીટીએ નવા કેપ્ટન શુભમન ગીલની કપ્તાનીમાં અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને માત્ર 3 મેચ જીતી છે.

Exit mobile version