IPL 2024 હવે તેના અંત તરફ છે. તેની અંતિમ મેચ 26મી મેના રોજ રમાશે. જે બાદ કેટલાક ખેલાડીઓ વર્લ્ડ કપમાં વ્યસ્ત થઈ જશે. ઘણા ખેલાડીઓએ આ માટે પોતાનો સામાન પણ પેક કરી લીધો છે અને અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે.
સુનીલ ગાવસ્કર બાદ ઈરફાન પઠાણે પણ તે ખેલાડીઓને ઠપકો આપ્યો છે. જેઓ આઈપીએલ અધવચ્ચે છોડીને વર્લ્ડ કપ માટે પાછા જઈ રહ્યા છે. તેણે X પર ટ્વીટ કરીને આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.
ઈરફાન પઠાણે ટ્વિટર પર લખ્યું, “કા તો આવો નહીં અથવા આખી સીઝન માટે ઉપલબ્ધ રહો.” તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને T20 વર્લ્ડ કપ પહેલા ટીમ સાથે જોડાવા માટે કહ્યું છે. જે બાદ ઘણા ખેલાડીઓ પણ પાછા જઈ રહ્યા છે.
ક્વોલિફાઈડ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો ફિલ સોલ્ટ વર્લ્ડ કપ માટે પોતાની ટીમ સાથે જોડાવા માટે અમેરિકા જશે. સેમ કુરાને બુધવારે પુષ્ટિ કરી કે તે અને જોસ બટલર આગામી દિવસોમાં અમેરિકા જવા રવાના થશે. રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર હવે IPL 2024માં ભાગ લેશે નહીં. બટલર ઈંગ્લેન્ડની ટીમનો કેપ્ટન પણ છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડને એક વખત વર્લ્ડ કપ પણ જીતાડ્યો છે.
આ અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બીસીસીઆઈએ એવા ખેલાડીઓને સજા કરવી જોઈએ જેઓ આઈપીએલ અધવચ્ચે છોડીને પાછા જઈ રહ્યા છે.
Either be available for full season or don’t come!
— Irfan Pathan (@IrfanPathan) May 15, 2024