IPL

ઓપનર તરીકે ગબ્બર આઈપીએલમાં 5000 રન બનાવનારો પહેલો બેટ્સમેન બન્યો

35 વર્ષનો ધવન આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો નંબર છે…

‘ગબ્બર’ શિખર ધવન આઈપીએલના ઇતિહાસમાં 5000 રન બનાવનારો પહેલો બેટ્સમેન બન્યો છે. મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં, દિલ્હીના ઓપનર શિખર ધવને ઓપનર તરીકે 5000 રન પૂરા કર્યા છે. તે આઈપીએલના ઇતિહાસમાં ઓપનર તરીકે 5000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે 24 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

35 વર્ષનો ધવન આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો નંબર છે. પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે અને બીજા સ્થાને સુરેશ રૈના છે. હાલમાં શિખર ધવન પાસે પણ ઓરેન્જ કેપ છે.

Exit mobile version