IPL

આશિષ નેહરા આ નવી IPL ટીમના મુખ્ય કોચ અને ગેરી કર્સ્ટન માર્ગદર્શકની ભૂમિકા ભજવશે

IPL 2022માં બે નવી ટીમો રમતા જોવા મળશે, જેમાંથી એક લખનૌ અને બીજી અમદાવાદની ટીમ છે. અમદાવાદે તેની ટીમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા IPL 2022 માટે આ નવી ફ્રેન્ચાઇઝીના મુખ્ય કોચ હશે.

આ ઉપરાંત વિક્રમ સોલંકી આ ટીમના ક્રિકેટ ડિરેક્ટર બનવાની લાઇનમાં છે. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આશિષ નેહરા અગાઉ RCBનો કોચ રહી ચૂક્યા છે.

અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ હજુ આ નામોની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે કારણ કે તે ઇરાદા પત્ર પ્રાપ્ત કર્યા પછી જ કરી શકાય છે. આઈપીએલની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે આશિષ નેહરા આ ટીમના મુખ્ય કોચ હશે જ્યારે સોલંકી ટીમના બેટિંગ કોચ અને ક્રિકેટના ડિરેક્ટર હશે અને ગેરી ટીમના મેન્ટર હશે. ફ્રેન્ચાઈઝીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી છે અને તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે.

આશિષ નેહરા અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કોચ રહી ચૂક્યા છે અને ગેરીએ પણ આ ટીમ માટે કામ કર્યું છે. સાથે જ આશિષ નેહરાને પણ તેની સાથે કામ કરવાનો અનુભવ છે કારણ કે જ્યારે ગેરી ટીમ ઈન્ડિયાના કોચ હતા ત્યારે આશિષ ભારતીય ટીમ માટે રમી રહ્યો હતો. આશિષ નેહરા છેલ્લી બે સિઝનથી આઈપીએલની કોઈપણ ટીમ સાથે જોડાયેલા ન હતા. જો કે તેને ઘણી ઓફર મળી રહી હતી, પરંતુ આ વખતે તેણે હેડ કોચ તરીકે મોટી જવાબદારી મળતાં હા પાડી. આશિષ નેહરા ભારતીય ટીમના શ્રેષ્ઠ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરોમાંથી એક છે.

 

Exit mobile version