આઈપીએલ 2023માં ગઈકાલે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સે છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવ્યું હતું. રાજસ્થાનની જીતમાં અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જીત બાદ અશ્વિનને આકરી સજા કરવામાં આવી છે. રવિચંદ્રન અશ્વિનને તેના મોટા કૃત્યની સજા મળી છે. IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 25% દંડ ફટકારવામાં આવ્યો છે.
Ravi Ashwin fined 25% of his match fees for breaching the IPL Code Of Conduct of publicly commenting on the match officials/players.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2023