છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ખાસ ઓળખ બનાવી રહેલા ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડે કહ્યું કે હવે તે T20 ક્રિકેટમાં પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે અને ડિસેમ્બરમાં યોજાનારી IPLની હરાજીમાં તેનો સમાવેશ કરવામાં આવશે.
29 વર્ષીય હેડ, જેણે અત્યાર સુધી 42 ટેસ્ટ અને 62 ODI મેચ રમી છે, તેણે તેની કારકિર્દીમાં માત્ર 20 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે 460 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 91 રન છે.
હેડને પૂછવામાં આવ્યું કે શું તે આ વખતે આઈપીએલની હરાજીમાં પોતાનું નામ સામેલ કરશે. તેણે કહ્યું કે હા, હું તેમાં મારું નામ સામેલ કરીશ. ગયા વર્ષે મારા લગ્ન થયા અને મારો સમય મર્યાદિત હતો. આ વખતે હું પોતે હરાજી માટે મારું નામ સામેલ કરીશ અને આશા છે કે મારી પસંદગી થઈ જશે અને મને આઈપીએલમાં રમવાની તક મળશે. થોડા વર્ષો પહેલા હું પણ તેનો એક ભાગ હતો. હેડે 2016-2017 સીઝનમાં IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 10 મેચ રમી હતી.
Travis Head confirms his participation in the IPL 2024 auction. pic.twitter.com/F0INwPK9xX
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 14, 2023