આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી માનવામાં આવતો હતો. સુંદર નવા બોલથી સ્પિન બોલિંગ ફેંકવામાં નિષ્ણાત છે, જે વિકેટ લેવાની સાથે સાથે રન પર પણ નિયંત્રણ રાખવા સક્ષમ છે. પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલા આ ઓલરાઉન્ડર ક્રિકેટરને આંગળીની ઈજા થઈ હતી, તેમાંથી તે સાજો થઈ શક્યો નથી.
આ કારણે, તે 19 સપ્ટેમ્બરથી શરૂ થતા IPLના બીજા ભાગમાં રમી શકશે નહીં અને 2021 વર્લ્ડ કપ 2021માં તેનું રમવું પણ શંકાસ્પદ લાગે છે. સુંદર હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં રિહેબ પર છે અને આ દરમિયાન તે તેની ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે.
વોશિંગ્ટન સુંદર IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમે છે. તે ભારતીય ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો પરંતુ પ્રેક્ટિસ તરીકે કાઉન્ટી મેચ રમતી વખતે તેને આંગળીમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ તે ઘરે પરત ફર્યો હતો.
આઈપીએલમાં ભારતીય ખેલાડીઓનાં પ્રદર્શન બાદ ભારતીય પસંદગીકારો તેમની ટી-20 વર્લ્ડ કપ ટીમ પસંદ કરશે. આવી સ્થિતિમાં, જોવાનું રસપ્રદ રહેશે કે વોશિંગ્ટન સુંદરને આઈપીએલ રમ્યા વિના ટીમમાં સ્થાન મળશે કે પછી પસંદગીકારો તેના નામ પર વિચાર કરશે નહીં.

