IPL

IPL 2023 પ્લેઓફ પહેલા સીએસકેને ઝટકો! આ વિદેશી ખિલાડી થયો બહાર

Pic- News18

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2023ની છેલ્લી લીગ મેચ બાદ સ્વદેશ પરત ફર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSK એ તેની છેલ્લી લીગ મેચ દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સ સામે શનિવારે 20 મેના રોજ રમી હતી.

અહીં બેન સ્ટોક્સ ટીમ સાથે હતો, પરંતુ ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે અહીંથી ટીમ છોડી દીધી. CSKના CEO કાસી વિષ્ણાનાથને ANIને આ વાતની પુષ્ટિ કરી છે. ટીમની હજુ બે થી ત્રણ મેચ બાકી છે, પરંતુ તેઓ ઈંગ્લેન્ડ પરત ફર્યા છે.

ઈંગ્લેન્ડની ટીમે 1 જૂનથી આયર્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ રમવાની છે અને ત્યાર બાદ પાંચ મેચની એશિઝ શ્રેણી રમવાની છે. આ કારણોસર બેન સ્ટોક્સ સ્વદેશ પરત ફરી રહ્યો છે. સ્ટોક્સને CSKએ રૂ. 16.25 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ તે ટીમ માટે માત્ર બે મેચ જ રમી શક્યો હતો અને ઈજાને કારણે ટીમની બહાર થઈ ગયો હતો. શરૂઆતમાં તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી અને બાદમાં તેને પગના અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તેણે એક ડઝન મેચ ગુમાવવી પડી હતી.

Exit mobile version