IPL

આ કારણે લોકો મારી જોડેથી જર્સી લેતા હતા પણ તેમણે ખબર નથી..

ઘણી ચર્ચાઓ થઈ હતી અને રવિવારે મેચ બાદ ધોનીએ ખુદ આ માટેનું કારણ આપ્યું હતું…

 

આ સીઝન ચેન્નાઈ સુપર કિંગ્સ અને તેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે ખાસ કંઈ રહ્યું નથી. ટીમ પ્રથમ વખત તેને પ્લે ઓફમાં સ્થાન અપાવવામાં નિષ્ફળ ગઈ. પ્લે ઓફ રેસમાંથી બહાર થઈને તે પ્રથમ ટીમ બની હતી. આખી ટુર્નામેન્ટ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની ઘણા લોકોને તેની ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી આપતો જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી અને રવિવારે મેચ બાદ ધોનીએ ખુદ આ માટેનું કારણ આપ્યું હતું.

ધોનીએ જર્સી આપવા પાછળનું રહસ્ય જણાવ્યું હતું:

મેચ બાદ ટીકાકાર હર્ષ ભોગલેએ ધોનીને પૂછ્યું, “તમારી પાસે થોડી જર્સી બાકી છે તે જોવું સારું છે, કારણ કે દરેક જર્સી તમારી પાસેથી લઈ જતા જોવા મળે છે.” તેના જવાબમાં ધોનીએ કહ્યું, ‘મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તો તેઓએ વિચાર્યું કે હું પણ આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું, પરંતુ એવું નથી.’ જ્યારે હર્ષ ભોગલેએ પૂછ્યું કે શું ધોની 2021 ની આઈપીએલમાં રમશે, ત્યારે મહીએ જવાબ આપ્યો, ‘અલબત્ત, આગામી સિઝનમાં ફક્ત પાંચ મહિના જ બાકી છે અને ત્યાં કોઈ લોકડાઉન નથી.

ધોનીએ આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાનો ઇનકાર કરી દીધો હતો:
એમએસ ધોનીએ કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ પહેલા ટોસ સમયે જાહેરાત કરી હતી કે તે આઈપીએલમાં રમવાનું ચાલુ રાખશે અને હાલ તેમનો નિવૃત્તિ લેવાનો કોઈ ઇરાદો નથી.

Exit mobile version