IPL

આઈપીએલ પહેલા ધોનીએ બેટિંગમાં પોતાનો પાવર બતાવ્યો, જુઓ વીડિયો

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ આઈપીએલ 2023ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં, એમએસ ધોનીએ નેટ્સમાં થોડી બેટિંગ પ્રેક્ટિસ કરી અને કેટલાક આકર્ષક શોટ રમ્યા.

ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી IPLમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.

ચેન્નાઈ સુપર કિંગ્સના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સે એક વીડિયો શેર કર્યો છે જેમાં ભૂતપૂર્વ ભારતીય સુકાની નેટ્સમાં બેટિંગ કરતા જોઈ શકાય છે. આ દરમિયાન એમએસ ધોનીએ ઘણા આકર્ષક શોટ્સ રમ્યો હતો.

Exit mobile version