IPL

આઇપીએલ શરૂઆત પહેલા વાનિંદુ હસરંગાએ આરસીબીના ચાહકોને આપ્યો ખાસ સંદેશ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં રમાવાનો છે. મોટાભાગની ટીમો તેની તૈયારીઓ માટે યુએઈ પહોંચી ગઈ છે અને તેની તાલીમ શરૂ કરી દીધી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લીગના બીજા તબક્કાની શરૂઆત પહેલા બે લંકાન નવા ખેલાડીઓ વાનિંદુ હસરંગા અને દુષ્મંત ચમીરાને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. શ્રીલંકાના આ બંને ખેલાડીઓએ લીગની શરૂઆત પહેલા ચાહકોને ખાસ સંદેશ આપ્યો છે. વાનિંદુએ ભારત સામે રમાયેલી વનડે અને ટી 20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 વનડે અને 3 ટી-20 મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી. યુએઈની પરિસ્થિતિઓમાં, હસરંગા બેંગ્લોરની ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.

આરસીબી ટીમે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બંને ખેલાડીઓએ ચાહકોને સંદેશ આપ્યો છે. વનિંદુએ કહ્યું, ‘હેલો, હું વનિંદુ હસરંગા છું. હું RCB ટીમમાં જોડાવા માટે ઉત્સાહિત છું. મને બહુ મજા આવશે.’ શ્રીલંકાના આ બે ખેલાડીઓ સિવાય આરસીબીએ ટિમ ડેવિડને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

 

Exit mobile version