ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ભાગ લેવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાયા છે.
CSKના ફેન્સ સ્ટોક્સ અને ધોનીના કોમ્બિનેશનને જોવા માટે ઉત્સુક છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ બંને ખેલાડીઓ IPLમાં એક ટીમ માટે સાથે રમી ચૂક્યા છે, જોકે તે સમયે સ્ટોક્સ ધોનીની કેપ્ટન્સીમાં નહતો રમ્યો.
સ્પોટ-ફિક્સિંગને કારણે CSK 2016 અને 2017 IPL સિઝન માટે પ્રતિબંધિત થયા બાદ ધોની રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (RPS) ટીમમાં ગયો. ધોનીએ 2016માં આ ટીમની કપ્તાની સંભાળી ન હતી, પરંતુ 2017ની સીઝન પહેલા જ ધોનીની જગ્યાએ સ્ટીવ સ્મિથનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2017માં જ સ્ટોક્સને RPS દ્વારા 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2023માં CSKએ સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો.
આ સિઝનમાં માત્ર ધોની જ CSKની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે, પરંતુ સ્ટોક્સને CSKના ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે, તેથી આ સિઝનમાં ટીમમાં તેની ભૂમિકા ખૂબ મહત્વની દેખાઈ રહી છે.
આવતાની સાથે બેન સ્ટોક્સે પોતાનો દમ દેખાડ્યો, પ્રૅક્ટિસ દરમિયા તેના શોર્ટ્સ જોઈને લાગશે કે, આ વખતે આઇપીએલ ચેન્નાઈ સુપર કિંગ્સ જીતશે.
Ben Stokes striking well in the nets. pic.twitter.com/3DT1uiTotk
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2023

