IPL

IPL 24 પહેલા ગૌતમ ગંભીર અને KKRને મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર

Pic- inside sports

IPL 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડીને કરોડો રૂપિયા આપીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

પરંતુ હવે આ ખેલાડીએ અંગત કારણોસર IPL 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેની ટીમમાંથી બાકાત ગૌતમ ગંભીર અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ખરાબ સમાચારથી ઓછી નથી. તમને જણાવી દઈએ કે આ ખેલાડીની જગ્યાએ ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગૌતમ ગંભીરને મોટો ફટકો પડ્યો છે. ટીમના સ્ટાર ખેલાડી જેસન રોયે ટૂર્નામેન્ટમાંથી અચાનક પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અંગત કારણોસર તે IPL 2024નો ભાગ નહીં બને. IPLએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. જેસન રોયની બાદબાકીના કારણે KKRની મુશ્કેલીઓ વધી ગઈ છે. જો કે તેના સ્થાને ઈંગ્લેન્ડના આક્રમક વિકેટકીપર બેટ્સમેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024 માટે જેસન રોયના સ્થાને ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન ફિલ સોલ્ટને પોતાની ટીમમાં પસંદ કર્યો છે. આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો રહેલા આ ખેલાડીને આઈપીએલ 2024ની મીની હરાજીમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. પરંતુ હવે KKRએ તેને 1.5 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો છે. ટી20 ક્રિકેટમાં ફિલ સોલ્ટનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ગત સિઝનમાં તેણે દિલ્હી કેપિટલ્સ માટે 163.91ના સ્ટ્રાઈક રેટથી 218 રન બનાવ્યા હતા.

Exit mobile version