વિજય હજારે ટ્રોફીમાં તમિલનાડુનો બેટ્સમેન એન જગદીશન આગમાં રમી રહ્યો છે. એન જગદીશને અરુણાચલ પ્રદેશ સામે રમતા અજાયબીઓ કરી બતાવી છે.
તેણે 277 રનની રેકોર્ડ ઇનિંગ્સ રમી હતી. આ માટે તેણે 141 બોલનો સામનો કર્યો અને 25 ફોર અને 15 સિક્સર ફટકારી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા તમિલનાડુએ 50 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 506 રન બનાવ્યા હતા.
અત્યાર સુધી કોઈ બેટ્સમેન લિસ્ટ A ક્રિકેટમાં સતત 5 સદી ફટકારી શક્યો ન હતો, હવે આ રેકોર્ડ એન જગદીશનના નામે છે. સોમવારે અરુણાચલ પ્રદેશ સામે 100 રન કરીને તેણે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ સાથે જગદીસને શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા અને દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન પીટરસનને પાછળ છોડી દીધા છે. આ બંને બેટ્સમેનોએ સતત 4 સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો.
Most consecutive hundreds (5) in men's List-A cricket.
Highest individual score (277) in men's List-A cricket.Narayan Jagadeesan – Remember the name 🔥👏#NJagadeesan #TamilNadu #Cricket #VijayHazareTrophy pic.twitter.com/owwhQjY6Yq
— Arqam khan (@Arqamkhan2250) November 21, 2022
વિરાટ કોહલી, પૃથ્વી શો, ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિકલે વિજય હઝારેની એક સિઝનમાં 4 સદી ફટકારી છે. હવે એન જગદીશને આ તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે અને એક સિઝનમાં સતત 5 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
💯💯💯💯💯
N JAGADEESAN SETS A NEW RECORD IN LIST A CRICKET 👏#VijayHazareTrophy pic.twitter.com/UmakuEBBHh
— ESPNcricinfo (@ESPNcricinfo) November 21, 2022
આઈપીએલ 2023ની હરાજી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે એન જગદીશનને રિલીઝ કર્યા છે. કારણ કે તે અત્યાર સુધી ચેન્નાઈ માટે કંઈ ખાસ કરી શક્યો નથી. જોકે અત્યારે તે જબરદસ્ત ફોર્મમાં છે. તેના ફોર્મને જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે CSKએ તેને છોડીને મોટી ભૂલ કરી છે, કારણ કે આ બેટ્સમેન જો આ ફોર્મમાં રહેશે તો IPL 2023માં પણ ધમાલ મચાવી શકે છે.