IPL

દિલ્હી કેપિટલ્સને મોટી રાહત, ફાફ ડુ પ્લેસિસ- ટ્રિસ્ટન સ્ટબ્સ ટીમમાં જોડાયા

Pic- probastman

IPL 2025 ફરી શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમને મોટી રાહત મળી છે. દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટે શનિવારે માહિતી આપી હતી કે ફાફ ડુ પ્લેસિસ અને ટ્રિસ્ટન સ્ટબ્સ IPL 2025ના બાકીના સમય માટે ટીમમાં ફરી જોડાયા છે.

જોકે, ટીમે એ પણ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક અને દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ડોનોવોન ફેરેરિયા ઉપલબ્ધ નથી. ડીસીએ પોતાના નિવેદનમાં સ્ટાર્ક અને ફેરેરિયાના બાકીના આઈપીએલ માટે ભારત ન પાછા ફરવાના નિર્ણયને ટેકો આપ્યો છે.

સ્ટાર્કની ગેરહાજરી બાદ, દિલ્હી કેપિટલ્સે બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કર્યો છે. રહેમાન, સ્ટાર્કની જેમ, પણ ડાબા હાથનો ઝડપી બોલર છે. તેને જેક ફ્રેઝર મેકગર્કના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જે વ્યક્તિગત કારણોસર ભારત પરત ફરી રહ્યા નથી.

મુસ્તફિઝુર રહેમાનનો મેગા હરાજીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ અન્ય બાંગ્લાદેશી ખેલાડીઓની જેમ, રહેમાનને પણ તે સમયે કોઈ ટીમે ખરીદ્યો ન હતો. મુસ્તફિઝુર રહેમાન ગયા સિઝનમાં CSKનો ભાગ હતો, તે 2016 થી IPL રમી રહ્યો છે અને અત્યાર સુધીમાં 57 મેચોમાં 61 વિકેટો લઈ ચૂક્યો છે. રહેમાન 2022-2023 સીઝનમાં ડીસીનો ભાગ રહ્યો છે.

દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં શાનદાર શરૂઆત કરી હતી અને પ્લેઓફમાં પહોંચવું નિશ્ચિત માનવામાં આવતું હતું પરંતુ છેલ્લી 5 મેચ આ ટીમ માટે સારી રહી નથી અને હવે ટીમ છેલ્લા 4માંથી બહાર થવાનો ખતરો છે. ડીસીના ૧૧ મેચમાં ૬ જીત અને ૪ હાર બાદ ૧૩ પોઈન્ટ છે. એક મેચ વરસાદને કારણે પરિણામ ન આવ્યું તેથી ટીમને એક પોઈન્ટ મળ્યો. હાલમાં ડીસી પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.

Exit mobile version