IPL

બ્રેટ લી: આ ખેલાડી લખનૌ સુપર જાયન્ટ્સનો આગામી કેપ્ટન બની શકે છે

Pic- Baba Cric

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના સ્ટાર ખેલાડી માર્કસ સ્ટોઈનિસ વિશે મોટી ભવિષ્યવાણી કરી જેમાં લીએ તેના દેશબંધુ વિશે દાવો કર્યો છે કે તે ભવિષ્યમાં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બની શકે છે.

બ્રેટ લીની આ ટિપ્પણી પંજાબ કિંગ્સ સામે માર્કસ સ્ટોઇનિસના શાનદાર પ્રદર્શન બાદ આવી છે. સ્ટોઇનિસે મેચમાં 40 બોલમાં 72 રનની ધમાકેદાર પારી રમી જેમાં 6 ચોક્કા અને 5 છક્કા સામેલ હતા અને સાથે જ તેણે એક વિકેટ પણ પોતાના નામે કર્યો હતો.

સ્ટોઇનિસની મેચ-વિનિંગ ઇનિંગ્સથી પ્રભાવિત, લીએ જિયો સિનેમાને કહ્યું કે આ 33 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડી ભવિષ્યમાં LSG માટે કેપ્ટનશીપની ભૂમિકા નિભાવી શકે છે.

વધુમાં લીએ જણાવ્યું કે તે કેપ્ટન બનવાની તૈયારીમાં છે. તે ક્રિકેટને સારી રીતે ઓળખે છે અને ટીમની આસપાસ ખૂબ જ સહજ હોય છે. તેના વિશે એવું કહી શકાય કે તે એક ક્રિકેટ ફ્રિક છે. બેટ અને બોલ સાથે સારું પ્રદર્શન કરે અને થ્રોઈન્ગ હેન્ડ પણ ખૂબ જ મજબૂત છે અને સારા કેચ પણ લે છે. તે એક સંપૂર્ણ પેકેજ છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે જબરદસ્ત રમત બતાવીને IPLના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. 20 ઓવરમાં 5 વિકેટે 257 રન બનાવીને LSG આઈપીએલ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવવામાં સફળ રહી છે. આ વિશાળ સ્કોર સામે યજમાન પંજાબ કિંગ્સ ટીમ માત્ર 201 રન જ બનાવી શકી અને 56 રનથી મેચ હારી ગઈ.

Exit mobile version