IPL

રોહિતની બરાબરી કરીને ડેવિડ વોર્નર IPLમાં આવું કરનાર માત્ર બીજો બેટ્સમેન બન્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં કોઈ ટીમ સામે 1000 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બુધવાર સાંજ સુધી માત્ર મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના નામે નોંધાયેલો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન રોહિત શર્માના રેકોર્ડની  ડેવિડ વોર્નર 30 બોલમાં 60 રનની અણનમ ઇનિંગ રમીને આ યાદીમાં સામેલ થઈ ગયો છે.

વોર્નરે હવે પંજાબ કિંગ્સ (અગાઉની કિંગ્સ ઇલેવન પંજાબ) સામેની 22 મેચોમાં 52.89ની એવરેજ અને 142.35ની સ્ટ્રાઇક રેટથી 1005 રન બનાવ્યા છે. રોહિતની વાત કરીએ તો તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલમાં કુલ 1018 રન બનાવ્યા છે. વોર્નર પણ આ યાદીમાં ત્રીજા નંબર પર છે, જેણે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ 976 રન બનાવ્યા છે. આ સાથે જ ચોથા નંબર પર વિરાટ કોહલીનું નામ આવે છે, જેણે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 949 રન બનાવ્યા છે.

પાંચમા નંબરે શિખર ધવન છે, જેણે CSK સામે આઈપીએલમાં કુલ 941 રન બનાવ્યા છે. બુધવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સની ખરાબ રીતે ધોલાઈ કરી હતી. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું અને પછી આખી ટીમને માત્ર 115 રનમાં પેવેલિયન મોકલી દીધી. જવાબમાં 11 ઓવર પહેલા માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Exit mobile version