IPL

ચેન્નાઈ સુપર કિંગ્સનો બેટ્સમેન ડેવોન કોનવેએ IPLમાં બનાવ્યો મોટો રેકોર્ડ

Pic- India Post English

ન્યુઝીલેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ડેવોન કોનવેએ T20 ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા છે. IPL 2023ની 41મી મેચમાં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન કોનવેએ આ સિદ્ધિ મેળવી હતી.

મેચમાં ઓપનર ડેવોન કોનવેએ 52 બોલમાં અણનમ 92 રન બનાવ્યા હતા. જોકે, તે માત્ર 8 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. કોનવેએ પોતાની ઈનિંગ દરમિયાન 16 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 176.92 હતો. કોનવેએ તેની 92 રનની ઇનિંગ દરમિયાન એક મોટો સીમાચિહ્ન પણ હાંસલ કર્યું હતું.

સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવેએ 144 ઈનિંગ્સમાં 149 મેચમાં 44.02ની એવરેજથી 5063 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં બે સદી અને 40 અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 105 રહ્યો છે. ઇનિંગ્સની વાત કરીએ તો કોનવે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન પૂરા કરનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલે 132 ઈનિંગમાં અને ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે 143 ઈનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન શોન માર્શ અને પાકિસ્તાનના બાબર આઝમે પણ 144 ઇનિંગ્સમાં 5000 રન પૂરા કર્યા છે.

કોનવેએ ન્યૂઝીલેન્ડ માટે 38 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 1234 રન બનાવ્યા છે. તેણે કિવિઝ માટે નવ અડધી સદી ફટકારી છે. કોનવેએ 16 આઈપીએલ મેચ રમી છે. તેણે 16 ઇનિંગ્સમાં 47.17ની એવરેજથી 666 રન બનાવ્યા છે. તેણે ફ્રેન્ચાઈઝી માટે આઠ અડધી સદી ફટકારી છે.

Exit mobile version