IPL

RCB-MIને પાછળ છોડી CSKએ IPL 24માં આ રેકોર્ડ બનાવી ઇતિહાસ રચ્યો

pic- mykhel

IPL 2024માં 5 વખત ટાઈટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સે પણ રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં સારી શરૂઆત કરી છે જેમાં પ્રથમ બે મેચમાં શાનદાર જીત નોંધાવી અને એક મેચ દિલ્લી સામે હારી છે.

આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમને હરાવીને વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ રેકોર્ડ બનાવનારી તે ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ ટીમ બની ગઈ છે.

IPL 2024ની વચ્ચે રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે સોશિયલ મીડિયા પર એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 5 વખત ટાઇટલ વિજેતા CSK ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 15 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા છે. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી ટીમ બની ગઈ છે. IPLની અન્ય મોટી ટીમોમાં 13.5 મિલિયન સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને 13 મિલિયન સાથે મુંબઈ ઈન્ડિયન્સ બીજા અને ત્રીજા સ્થાને છે.

Exit mobile version