IPL

CSKએ આયર્લેન્ડથી બોલાવ્યો આ યુવા બોલર, પણ નહિ રમે આઈપીએલ

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2022 માટે તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આયર્લેન્ડના યુવા ઝડપી બોલર જોશ લિટલ આ સિઝન માટે ટીમ સાથે જોડાયા છે.

CSKએ આ સિઝન માટે જોશને નેટ બોલર તરીકે પસંદ કર્યો છે. ક્રિકેટ આયર્લેન્ડે તેમના સત્તાવાર ટ્વિટર પેજ પર આ જાહેરાત કરી અને કહ્યું કે ડાબા હાથના ફાસ્ટ બોલર માટે આ એક શાનદાર અનુભવની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે IPL 2022માં CSKની ટીમ 26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે.

જોશ લિટલ, સપ્ટેમ્બર 2016 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે તેના દેશની T20 ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે. જોશ લિટલ સારી ગતિથી બોલને ઝડપથી સ્વિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની પાસે ડેથ ઓવરોમાં પણ રન રોકવાની ક્ષમતા છે અને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું કર્યું છે. એમએસ ધોનીની આગેવાની હેઠળની સીએસકે ટીમમાં ઘણા મહાન બેટ્સમેન છે અને આઇપીએલ દરમિયાન નેટ્સમાં બોલિંગ કરીને આઇરિશ બોલર ઘણું શીખશે.

જોશ લિટલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 31 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 34 વિકેટ લીધી છે અને તેનો ઇકોનોમી રેટ 7.49 છે. CSK સાથે જોડાયા બાદ તેને વધુ અનુભવ મળશે અને તે આ વર્ષના T20 વર્લ્ડ કપમાં તેની ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Exit mobile version