IPL

CSKએ IPL ટ્રોફી સાથે કરી વિશેષ પૂજા, શ્રીનિવાસને કહ્યું- ધોની જ કરી શકે છે

Pic- Hindustan Times

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના માલિક ઈન્ડિયા સિમેન્ટ્સના વાઈસ-ચેરમેન એન શ્રીનિવાસને IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે તેમની ટીમની રોમાંચક છેલ્લા બૉલની જીતને એક ‘ચમત્કાર’ ગણાવી  હતી.

શ્રીનિવાસને મંગળવારે સવારે સુપર કિંગ્સના કેપ્ટન ધોની સાથે વાત કરી અને તેને અને તેની ટીમને આ શાનદાર જીત માટે અભિનંદન આપ્યા. શ્રીનિવાસને ધોનીને આપેલો સંદેશ વિશેષરૂપે પીટીઆઈ સાથે શેર કરવામાં આવ્યો હતો. શ્રીનિવાસને ધોનીને કહ્યું કે, મહાન કેપ્ટન છે તેજ ચમત્કાર કરી શકે છે ઉપરાંત અમને ખેલાડીઓ અને ટીમ પર ગર્વ છે.

તેણે ધોનીને છેલ્લા કેટલાક દિવસોમાં તેના કપરા મુકાબલો બાદ આરામ કરવાની સલાહ આપી હતી અને વિજયની ઉજવણી કરવા માટે તેને ટીમ સાથે ચેન્નાઈ આવવા આમંત્રણ આપ્યું હતું. શ્રીનિવાસને કહ્યું, “આ સિઝન એવી રહી છે જ્યાં ચાહકોએ બતાવ્યું છે કે તેઓ મહેન્દ્ર સિંહ ધોનીને કેટલો પ્રેમ કરે છે. અમે પણ કરીએ છીએ.”

અમદાવાદમાં સોમવારે રાત્રે રમાયેલી ફાઇનલમાં સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવીને પાંચમી વખત આઇપીએલ ટાઇટલ જીત્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કેએસ વિશ્વનાથ અને ચેરમેન આર શ્રીનિવાસન સાંજે એન શ્રીનિવાસન સાથે અહીં પહોંચ્યા હતા. તેમણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા સંચાલિત ભગવાન વેંકટેશ્વર મંદિરમાં ટ્રોફી સાથે પ્રાર્થના કરી હતી.

Exit mobile version