IPL

CSKએ આખરે ધોનીની કેપ્ટન્સીમાં IPLમાં રચ્યો ઈતિહાસ, પ્રથમ ટીમ બની

Pic- TOI

ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર રીતે દિલ્હી કેપિટલ્સને 27 રનથી હરાવ્યું. CSKના બોલરો અને બેટ્સમેનોએ આ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું.

આ જીત સાથે, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે IPL 2023ની 12 મેચમાંથી 15 પોઈન્ટ થઈ ગયા છે અને તેણે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવાની દિશામાં એક પગલું ભર્યું છે. CSK ટીમે દિલ્હી કેપિટલ્સ સામે જીત નોંધાવતાની સાથે જ મોટો રેકોર્ડ બનાવ્યો છે.

દિલ્હી કેપિટલ્સ સામે, CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. CSKએ 8 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. આ સાથે CSK IPLના ઈતિહાસમાં પહેલી ટીમ બની ગઈ છે, જેનો કોઈ પણ બેટ્સમેન ઈનિંગમાં 25થી વધુ રન બનાવી શક્યો ન હતો અને પછી ટીમ જીતી ગઈ. આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે.

CSK તરફથી ઋતુરાજ ગાયકવાડે 24 રન, ડેવોન કોનવેએ 10 રન, અજિંક્ય રહાણેએ 21 રન, શિવમ દુબેએ 25 રન, અંબાતી રાયડુએ 23 રન, રવિન્દ્ર જાડેજાએ 21 રન બનાવ્યા હતા. અંતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ વિસ્ફોટક બેટિંગ કરતા 9 બોલમાં 20 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 7 રનનું યોગદાન આપ્યું હતું. આમાંથી કોઈ પણ ખેલાડીએ 25થી વધુ રન બનાવ્યા નથી.

Exit mobile version