સીએસકે તેમની ટ્વિટથી દુ: ખી છે, જેના વિશે ટીમ મેનેજમેન્ટને કંઈપણ ખબર નહોતી….
ચેન્નાઈ સુપર કિંગ્સે ટીમના ડોક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. ટ્વિટર પર ચેન્નાઈ સુપર કિંગ્સના ડોક્ટર મધુ થોટપ્પિલિલે ભારતીય સૈન્યના શહીદો વિશે કેટલાક વિવાદિત ટ્વિટ કર્યા હતા, જેનાથી ચર્ચાએ જોર પકડ્યું હતું. ટિપ્પણીઓમાં શહીદોના અપમાન વિશે વાત કરવામાં આવી હતી, જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા પણ શરૂ કરી હતી.
આ પછી, તરતજ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનું આ ટ્વિટ જોયા બાદ, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સીએસકે તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ મેનેજમેન્ટને મધુ થોટાપિલિલના ટ્વીટ વિશે કંઇ ખબર નહોતી. આ તેમના અંગત ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીએસકે તેમની ટ્વિટથી દુ: ખી છે, જેના વિશે ટીમ મેનેજમેન્ટને કંઈપણ ખબર નહોતી.
તમને જણાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં 15 જૂનની રાત્રે ગેલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતીય સેનાના કર્નલ સહિત 20 સૈનિકો માર્યા ગયા હતા.
પૂર્વી લદ્દાખમાં, લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવ ઘટાડવાનો પ્રયાસ કરતા બને પક્ષોના જવાન આમને સામને થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની બાજુથી પણ જાનહાની થઈ છે, પરંતુ હંમેશાની જેમ, સામ્યવાદી સરકારે વાસ્તવિક આંકડા જાહેર કર્યા નથી.