IPL

IPL 2022માં ધમાકેદાર પ્રદર્શન કરનાર ડેવિડ મિલર ફાઈનલ પહેલા થયો ભાવુક

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગુજરાત ટાઇટન્સ (GT) તરફથી રમતા ડેવિડ મિલરનું પ્રદર્શન આ સિઝનમાં ખૂબ જ ધમાકેદાર રહ્યું છે. તેણે અત્યાર સુધી 15 મેચમાં 64.14ની એવરેજ અને 141.19ની સ્ટ્રાઈક રેટથી 449 રન બનાવ્યા છે. મિલર હમેંશા ધૂમ મચાવનારા બેટ્સમેન તરીકે ઓળખાય છે પરંતુ તેની છેલ્લી કેટલીક IPL સિઝન એટલી સારી રહી નથી. તાજેતરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેણે 2016 પછીના તેના મુશ્કેલ સમયને યાદ કર્યો.

ડેવિડ મિલરની આઈપીએલની શરૂઆત 2013માં પંજાબ ફ્રેન્ચાઈઝી સાથે થઈ હતી. તેણે તે સિઝનમાં 418 રન બનાવ્યા અને પછી 2014માં તેના બેટમાંથી 446 રન થયા. તેણે 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે પણ સદી ફટકારી હતી, ત્યારપછી મિલરના નામનો ડર વધવા લાગ્યો હતો. જો કે તે પછી મિલરનું બેટ વધારે કામ ન કરી શક્યું જેમાં તેણે 2020 અને 2021માં માત્ર 10 મેચ રમી અને માત્ર 124 રન જ બનાવી શક્યો.

ડેવિડ મિલરે કહ્યું કે, મને લાગે છે કે હું એ જ વાતનું પુનરાવર્તન કરી રહ્યો છું. આ સિઝનમાં એક સારી વાત એ રહી કે મેં બધી મેચ રમી છે. મારી છેલ્લી કેટલીક સીઝન સારી ન હતી જેના પછી મને ખૂબ જ ખરાબ લાગ્યું. આઈપીએલની ખાસ વાત એ છે કે તમારી ટીમમાં શાનદાર વિદેશી ખેલાડીઓ છે પરંતુ તમે પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 4 ખેલાડીઓનો સમાવેશ કરી શકો છો. મારે ઘરે પાછા જઈને વધુ મહેનત કરવી પડી. મેં દક્ષિણ આફ્રિકાની ઘરઆંગણાની ટીમો સામે સારું પ્રદર્શન કર્યું ત્યાર બાદ મેં આઈપીએલ 2022માં સારું પ્રદર્શન કર્યું.

તેણે આગળ કહ્યું કે, ‘હું બધી મેચો રમી રહ્યો હતો, જેના કારણે મને અહીં રમવામાં વધારે તકલીફ ન પડી. મને આ આવૃત્તિમાં સારા દેખાવની અપેક્ષા હતી. ટીમે મારામાં વિશ્વાસ દર્શાવ્યો જેના માટે હું ગુજરાત ટાઇટન્સ ટીમનો આભાર માનું છું. એક ખેલાડી તરીકે, તમારે હંમેશા સખત મહેનત કરવી જોઈએ અને તમારે શું કરવાની જરૂર છે અને તમારે શું નથી તેની કાળજી રાખવી જોઈએ.

Exit mobile version