IPL

દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ મળતા ડેવિડ વોર્નરે કહ્યું- ‘રિષભની ખોટ રહેશે’

ઋષભ પંતને એક શાનદાર કેપ્ટન ગણાવતા સ્ટાર ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે કહ્યું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ ટીમ દ્વારા વિકેટકીપર-બેટ્સમેનની ખોટ રહેશે.

JSW-GMRની સહ-માલિકીની દિલ્હી કેપિટલ્સે ગુરુવારે ડેવિડ વોર્નરને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

ગયા વર્ષે ઋષભ પંતને જીવલેણ કાર અકસ્માતનો ભોગ બનતા અને આઈપીએલમાંથી બહાર થયા બાદ વોર્નરે સુકાની પદ સંભાળ્યું હતું. પંત હાલમાં રિહેબ અને રિકવરીમાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝીએ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ફ્રેન્ચાઇઝીના ક્રિકેટ ડિરેક્ટર તરીકે પણ જાહેર કર્યા છે. ગાંગુલી 2019 સીઝન દરમિયાન માર્ગદર્શકની ભૂમિકામાં દિલ્હી કેપિટલ્સ સાથે પહેલેથી જ સંકળાયેલા છે.

પોતાની નવી ભૂમિકા વિશે બોલતા ડેવિડ વોર્નરે ટીમ દ્વારા એક નિવેદનમાં કહ્યું, રિષભ દિલ્હી કેપિટલ્સ માટે એક શાનદાર કેપ્ટન રહ્યો છે, અને અમે બધા તેની યાદ કરીશું. મારા ઉપર વિશ્વાસ રાખવા બદલ મેનેજમેન્ટનો આભાર માનું છું. આ ફ્રેન્ચાઇઝી હંમેશા મારા માટે ઘર રહી છે અને હું ખેલાડીઓના આવા શ્રેષ્ઠ પ્રતિભાશાળી જૂથનું નેતૃત્વ કરવા માટે ઉત્સાહિત છું. હું તે બધાને મળવા માટે રાહ જોઈ શકતો નથી!’

Exit mobile version