
સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન ડેવિડ વોર્નરે ટીમ છોડી દીધી છે. તેણે મુંબઈ સામેની મેચમાં ટીમની બહાર થયા બાદ ભાવુક પોસ્ટ કરી છે. વોર્નર આ સિઝનની શરૂઆતમાં ટીમનો કેપ્ટન હતો, પરંતુ તે પછી ખરાબ ફોર્મના કારણે તેને કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. થોડા સમય બાદ તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. તેણે વર્ષ 2016માં પોતાના દમ પર ટીમને ખિતાબ જીત્યો હતો.
ડેવિડ વોર્નરે બાદ કેનને બનાવ્યો હતો સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન. જોકે આ 2021ની આઈપીએલ હૈદરાબાદ માટે ખરાબ રહી હતી. જોવા જેવુ રહેશે કે, વોર્નરને આવતા વર્ષે કઈ ટીમમાં જશે અને કેટલામાં જશે.
