દિલ્હી કેપિટલ્સના ડેવિડ વોર્નરે ફરી એકવાર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમને ફટકાર લગાવી છે.
બેંગલુરુ દ્વારા આપવામાં આવેલા 190 રનના ટાર્ગેટનો પીછો કરતા વોર્નરે શાનદાર અડધી સદી ફટકારી પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. હસરંગાના હાથે આઉટ થતા પહેલા તેણે 38 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ સાથે તે ઓપનર તરીકે 50 અડધી સદી ફટકારનાર IPL ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જુઓ વોર્નરે કયો રેકોર્ડ તોડ્યો-
વિવિધ ટીમો સામે વોર્નરની અર્ધસદી:
11 – પંજાબ કિંગ્સ
08 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
07 – ચેન્નાઈ સુપર કિંગ્સ
06 – મુંબઈ ઈન્ડિયન્સ
05 – કોલકાતા નાઈટ રાઈડર્સ
IPLમાં ઓપનર તરીકે સૌથી વધુ 50+ સ્કોર:
50 : ડેવિડ વોર્નર
43 : શિખર ધવન
34 : ગૌતમ ગંભીર
34 : ક્રિસ ગેલ
29 : કેએલ રાહુલ

