દિલ્હી કેપિટલ્સે IPL 2022 મેગા ઓક્શન પહેલા ઋષભ પંતને સુકાની તરીકે જાળવી રાખ્યો છે. આ ઉપરાંત, તેઓએ અક્ષર પટેલ, પૃથ્વી શો, એનરિચ નોર્ટજેને પણ જાળવી રાખ્યા છે. મતલબ કે શ્રેયસ અય્યર, શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન અને કાગીસો રબાડાને રિલીઝ કરવામાં આવ્યા છે.
જોકે ESPN ક્રિકઇન્ફોએ અહેવાલ મૂજબ, અય્યરે મેગા ઓક્શનમાં જવાનું નક્કી કર્યું છે જ્યાં તેની નજર આઠમાંથી પાંચ નવી ફ્રેન્ચાઈઝી પર હશે જેઓ કેપ્ટન મેળવવાની કોશિશ કરશે.
ઐયરે IPL 2018માં ગૌતમ ગંભીર પાસેથી મધ્યમાં દિલ્હીનું સુકાન સંભાળ્યું. આગલા વર્ષે તેને તદ્દન નવી ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો જ્યાં ટીમ સાત વર્ષમાં પ્રથમ વખત અંતિમ ચારમાં પહોંચવામાં સફળ રહી. પરતું, તેઓ મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી ગઈ હતી.
પંત પ્રથમ પસંદગી હતા અને અય્યર યાદીમાં બીજા સ્થાને હતા. પરંતુ બાદમાં વાતચીત તૂટી જતાં પૃથ્વી શો બીજી પસંદગી બની ગયો હતો. ભારતની 2018 અંડર-19 વર્લ્ડ કપની જીત દરમિયાન હેડલાઇન્સ બનાવનાર શોને તે જ વર્ષે હરાજીમાં INR 1.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
અગાઉ ક્રિકબઝે અહેવાલ આપ્યો હતો કે ચેન્નાઈ સુપરરકિન્સ એમએસ ધોનીને કેપ્ટન તરીકે જાળવી રાખશે. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ સુકાની રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને રિટેન કરશે. આ ઉપરાંત, કેએલ રાહુલ સંજીવ ગોએન્કાની તદ્દન નવી લખનૌ ફ્રેન્ચાઈઝીમાં કેપ્ટન તરીકે જોડાશે તેવી સંભાવના છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણને જાળવી રાખવાની યોજના ધરાવે છે. તેઓ વરુણ ચક્રવર્તીને પણ બોર્ડમાં રાખવા ઈચ્છે છે. દરેક ફ્રેન્ચાઇઝી ચાર ખેલાડીઓ સુધી જાળવી શકે છે. તેઓએ 30 નવેમ્બર સુધીમાં BCCIને અંતિમ યાદી પ્રદાન કરવાની રહેશે ત્યાર બાદ મેગા ઓક્શન થશે.

