બંગાળના વિકેટ-કીપર બેટ્સમેન અભિષેક પોરેલને દિલ્હી કેપિટલ્સમાં રિષભ પંતના સ્થાને સ્થાન આપવામાં આવશે, જોકે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. અભિષેક પોરેલે તાજેતરમાં બંગાળ માટે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ESPN ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, ટીમે દિલ્હીમાં એક અઠવાડિયાના કેમ્પમાં પ્રેક્ટિસ કરી હતી, જેમાં શેલ્ડન જેક્સન, લવનીથ સિસોદિયા અને વિવેક સિંહની સાથે અભિષેક પોરેલને મેચ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. અભિષેક પોરેલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 26 ઇનિંગ્સમાં છ અડધી સદી ફટકારી છે, જેમાં શ્રેષ્ઠ સ્કોર 73 છે. તેણે વિકેટકીપર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે, જોકે બેટમાંથી વધુ રન નથી આવ્યા. બેકઅપ વિકેટકીપર તરીકે જ જોવા મળશે. જોકે અભિષેક પોરેલ માત્ર બેકઅપ વિકેટકીપર તરીકે જ જોવા મળશે, કારણ કે દિલ્હીની ટીમ સરફરાઝ ખાનને જવાબદારી સોંપવા જઈ રહી છે.
સરફરાઝ ખાને સ્થાનિક મેચોમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષે, તેણે દિલ્હી માટે છ મેચ રમી હતી, જેમાં તેણે 91 રન બનાવ્યા હતા. આ સિવાય ટીમ પાસે વિદેશી વિકેટકીપર તરીકે ફિલ સોલ્ટ પણ છે. પરંતુ ટીમમાં માત્ર ચાર વિદેશી ખેલાડીઓ રમવાના કારણે સોલ્ટને વધુ તક મળવાની શક્યતા નથી, આવી સ્થિતિમાં માત્ર સરફરાઝ જ મિડલ ઓર્ડરમાં રમતા જોવા મળશે.