દિલ્હી કેપિટલ્સે IPL 2025ની મેગા હરાજી પહેલા તેના નવા બોલિંગ કોચની જાહેરાત કરી છે. ટીમે ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલને તેના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
મુનાફ પટેલ 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. હવે તે IPL 2025 દરમિયાન દિલ્હી કેપિટલ્સ માટે બોલિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તે હરાજી દરમિયાન ઘણા બોલરોની પસંદગીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
દિલ્હી કેપિટલ્સ પહેલાથી જ તેમના નવા મુખ્ય કોચની જાહેરાત કરી ચૂકી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાનીને ટીમના નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. તેણે રિકી પોન્ટિંગનું સ્થાન લીધું છે, જે ઘણી સીઝન સુધી ટીમના કોચ હતા. આ ઉપરાંત સૌરવ ગાંગુલીના સ્થાને વેણુગોપાલ રાવને ટીમના ક્રિકેટના નવા નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.
જો મુનાફ પટેલની વાત કરીએ તો તેણે ભારતને 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે આઈપીએલમાં પણ ઘણી સીઝન રમી ચુક્યો છે. તે 2008માં ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. તે 2008 થી 2010 સુધી રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. આ પછી, તે IPL 2011 થી 2013 સુધી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. જ્યારે 2017માં તે ગુજરાત લાયન્સ ટીમમાં હતો. તેણે તેની IPL કરિયરમાં 63 મેચમાં 74 વિકેટ લીધી હતી.
તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ગત સિઝનમાં એટલું સારું નહોતું અને ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી. આ સિઝનમાં યોજાનારી મેગા ઓક્શન પહેલા રિષભ પંત સહિત ઘણા મોટા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે દિલ્હી કેપિટલ્સે પણ નવા કેપ્ટનની નિમણૂક કરવી પડશે. ઋષભ પંત ઘણી સીઝન સુધી ટીમનો ભાગ હતો પરંતુ હવે તેમનો રસ્તો અલગ થઈ ગયો છે. હરાજી દરમિયાન ફ્રેન્ચાઇઝી તેના સ્થાને કોને પસંદ કરે છે તે જોવાનું રહે છે.
❤️💙 ➡️ 😄 pic.twitter.com/04uaunVDqF
— Delhi Capitals (@DelhiCapitals) November 12, 2024