ધોનીની આગેવાની હેઠળની ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે 22 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે.
આ મેચમાં ધોની પાસે કેટલાક ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે. જો ધોની આ મેચમાં 2 રન બનાવ્યા બાદ ધોની રોબિન ઉથપ્પાને પાછળ છોડી દેશે અને T-20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં પાંચમા સ્થાને આવી જશે. ધોનીએ આ ફોર્મેટમાં રમાયેલી 377 મેચોની 331 ઇનિંગ્સમાં 7271 રન બનાવ્યા છે. જ્યારે સંન્યાસ લઈ ચૂકેલા ઉથપ્પાએ 291 T-20 મેચોની 282 ઈનિંગ્સમાં 7272 રન બનાવ્યા હતા.
ભારત માટે ટી-20માં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં ધોની સુરેશ રૈનાને પાછળ છોડી શકે છે. હાલમાં ધોની અને રૈના 325 છગ્ગા સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં રોહિત શર્મા (487) પ્રથમ સ્થાને અને વિરાટ કોહલી (371) બીજા સ્થાને છે.
ચોગ્ગો ફટકારીને ધોની IPLમાં 350 કે તેથી વધુ ચોગ્ગા મારનાર 17મો ખેલાડી બની જશે.
