IPL

પ્રથમ મેચમાં ધોનીએ કર્યું મોટું કારનામું, આ લિસ્ટમાં ટોપ પર જગ્યા બનાવી

Pic - cricket sutra

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર પોતાના જુના અંદાજમાં જોવા મળી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે વિકેટ પાછળ ખૂબ જ ચપળતા સાથે રાખ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ કદાચ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. આમ છતાં તે મેદાન પર એકદમ એક્ટિવ જોવા મળ્યો હતો. ફિલ્ડ પોઝિશન અને બોલિંગ બદલવામાં તેની મોટી ભૂમિકા દેખાઈ રહી હતી. ઋતુરાજ ગાયકવાડને ધોની તરફથી ઘણી મદદ મળી રહી હતી. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.

પૂર્વ કેપ્ટન ધોનીએ રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. IPL 2024ની પહેલી જ મેચમાં ધોનીએ આ મોટું કારનામું કર્યું છે. ધોનીએ પ્રથમ દાવના છેલ્લા બોલ પર અનુજ રાવતને રનઆઉટ કરીને એક વિશેષ સિદ્ધિ નોંધાવી હતી.

મહેન્દ્ર સિંહ ધોની IPLમાં સૌથી વધુ રન આઉટ થવાના મામલે ટોપ પર પહોંચી ગયો છે. તેણે પોતાના જ સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજાને પાછળ છોડી દીધો છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ 23 રન આઉટ કરનાર રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામે હતો. પરંતુ હવે મહેન્દ્ર સિંહ ધોની તેનાથી આગળ નીકળી ગયો છે. ધોનીએ IPLમાં કુલ 24 રન આઉટ કર્યા છે.

Exit mobile version