IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. મંગળવાર 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 63 રને જીત મેળવીને આ સિઝનની તેમની બીજી જીત નોંધાવી હતી.
આ મેચમાં ફાસ્ટ બોલર મતિશા પથિરાનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે મેચ દરમિયાન પથિરાનાએ એમએસ ધોનીના પગને સ્પર્શ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો હતો, જેમાં પથિરાના ધોની સમક્ષ ઝૂકતો જોવા મળી રહ્યો છે, જે બાદ તે વાયરલ થયો હતો કે પથિરાનાએ ધોનીના પગને સ્પર્શ કર્યો હતો.
Matheesha Pathirana taking blessings from Dhoni, before he starts bowling🫡#CSKvsGT | #CSKvGTpic.twitter.com/uVx8huJYDB
— Don Cricket 🏏 (@doncricket_) March 27, 2024
સોશિયલ મીડિયા પર જે રીતે વીડિયોનો એંગલ બતાવવામાં આવ્યો હતો, તેમાં એવું લાગી રહ્યું હતું કે પથિરાના નીચે ઝૂકીને ધોનીના પગને સ્પર્શ કરી રહ્યો હતો. પરંતુ આ જ ઘટનાનો અન્ય એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પથિરાનાએ ધોનીના પગને સ્પર્શ કર્યો ન હતો, બલ્કે તે ધોની પાસેથી તેની બોલિંગ માર્કર લઈ રહ્યો હતો.
ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પથિરાનાએ IPL 2024માં પુનરાગમન કર્યું છે. ઈજાના કારણે તે IPL 2024ની શરૂઆતની મેચ રમી શક્યો નહોતો.
To people who thought Pathirana was taking blessings from Thala 😂😂 pic.twitter.com/BKfQdPVx03
— 🎰 (@StanMSD) March 29, 2024

