IPL

દિનેશ કાર્તિક: કેકેઆર ખૂબ ખુશ છે કે અમને પેટ કમિન્સ જેવો ખેલાડી મળ્યો

પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયા ટીમનો ચાર્જ સંભાળતો જોવા માંગે છે…

આજે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમનારા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર અને પેટ કમિન્સનો જન્મદિવસ છે. 8 મે, 1993ના રોજ જન્મેલા પેટ કમિન્સ આજે તેનો 28 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે, તેમની આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સે વીડિયો દ્વારા તેને શુભેચ્છા પાઠવી હતી.

કોલકાતા નાઈટ રાઇડર્સના ખેલાડીઓએ વીડિયો મેસેજ દ્વારા તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તે જ સમયે, ટીમના પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિકે કહ્યું કે, કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ ખૂબ નસીબદાર છે કે તેઓનો તમારો (પેટ કમિન્સ) જેવો ખેલાડી છે. તમને જણાવી દઈએ કે આ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર કેકેઆરનો સૌથી મોંઘો ખેલાડી છે. તેમ છતાં ગયા સિઝનમાં તેનું પ્રદર્શન અપેક્ષાઓ પ્રમાણે રહ્યું ન હતું, આ વર્ષે તેણે બોલ અને બેટથી અસરકારક પ્રદર્શન કર્યું.

આ સાથે જ દિનેશ કાર્તિકે કહ્યું કે તે પણ પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયા ટીમનો ચાર્જ સંભાળતો જોવા માંગે છે. વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી આંદ્રે રસેલે પીટ કમિન્સને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા કહ્યું કે તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલર છે.

પેટ કમિન્સ આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 37 મેચ રમી ચૂક્યા છે, જેમાં તેના નામે 38 વિકેટ છે. પેટ કમિન્સ માત્ર બોલિંગમાં જ નહીં પણ બેટિંગમાં પણ ટીમને મજબૂત બનાવે છે.

Exit mobile version