IPL

દિનેશ કાર્તિકનો ખુલાસો: વિરાટ કોહલીએ મોહમ્મદ સિરાજનું જીવન બદલ્યું

ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે એક શો દરમિયાન ખુલાસો કરતા મોહમ્મદ સિરાજના કરિયર સાથે જોડાયેલી એક ઘટના વિશે જણાવ્યું છે. જેણે મોહમ્મદ સિરાજની કારકિર્દીને નવી દિશા આપી.

વિરાટ કોહલી જ્યારે ભારતીય ટીમના કેપ્ટન હતો ત્યારે ઘણા યુવા ખેલાડીઓએ ભારત માટે પદાર્પણ કર્યું હતું અને તેઓ કોહલીના નેતૃત્વમાં મજબૂત પ્રદર્શન સાથે ટીમના નિયમિત સભ્ય પણ બન્યા હતા. જોકે કેટલાક ખેલાડીઓ માટે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું સરળ નહોતું. જેમાં મોહમ્મદ સિરાજનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે.

સિરાજે આઇપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ડેબ્યૂ કર્યું હતું, ત્યાર બાદ તે ભારતીય કેપ્ટન અને તેના સાથી ખેલાડી વિરાટ કોહલીનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો હતો અને તે જ વર્ષે તે ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ ટૂંક સમયમાં સિરાજ પોતાનું સ્થાન પણ ગુમાવવાનો હતો, કારણ કે તે ખૂબ રન આપનાર ખેલાડી બન્યો હતો. દરમિયાન, તેણે RCB માટે સારું પ્રદર્શન કર્યું અને ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. દિનેશ કાર્તિકે જણાવ્યું કે આ બધાની વચ્ચે વિરાટ કોહલી સિરાજને સપોર્ટ કરતો રહ્યો.

દિનેશ કાર્તિકે ક્રિકબઝના સ્પેશિયલ શો ‘રાઈઝ ઓફ ન્યૂ ઈન્ડિયા’માં કહ્યું, “તેણે 2020માં RCB માટે મહામારી પછી ખૂબ સારું પ્રદર્શન કર્યું. જ્યારે તે આવ્યો તે પડતો હતો. પરંતુ વિરાટ કોહલીએ તેને ટેકો આપ્યો અને કહ્યું ‘હું તેને પ્લેઈંગ ઈલેવનમાં ઈચ્છું છું.”

Exit mobile version